Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

MAMTA DABHI

Fantasy

4.4  

MAMTA DABHI

Fantasy

મારી કલ્પના

મારી કલ્પના

1 min
599


કલમ પકડી હાથમાં, ત્યાં અક્ષરો પંખી બની ઉડવા લાગ્યા,

વિચારોના વમળમાં, આમતેમ ઘૂમવા લાગ્યા.


બોલાવું છું ઘણાય,

મૌન મારું સંભળાય,


જાગી જાય છે આંગણાય,

અક્ષરો નથી આવતા છતાંય,

કલમ પકડી હાથમાં ત્યાં..


એ તો, આભે હિંડોળો બાંધી આમતેમ ઝૂલવા લાગ્યા,

ચાંદામામા સાથે આનંદથી સંતાકૂકડી રમવા લાગ્યા.


ત્યાંથી ગયા સપ્તર્ષિ પાસે,

દાદાજી સમ ઋષિઓ પાસે,


એ તો, લાડકવાયા બની આમતેમ,

ખોળો ખૂંદવા લાગ્યા

કલમ પકડી હાથમાં ત્યાં....


થયું મોસૂઝણું, આકાશની બારી ખૂલી

એવામાં ધીમે પગે આવી ટપોટપ કાગળ પર દડવા લાગ્યાં.


Rate this content
Log in