કંઈક થા!
કંઈક થા!
1 min
13.1K
કાં બધું યે મેળવી આબાદ થા!કાં બધું મૂકી અને બરબાદ થા!
આ ગુલામી જાતની સારી નથી;
ચાલ, નીકળ બ્હાર ને આઝાદ થા!
કોઈ કંઈ કરતું નથી મતલબ વગર;
થઈ શકે તો તું અહીં અપવાદ થા!
જીંદગી સાથે અબોલા તોડવા,
છે જરુરી કે હવે સંવાદ થા!
હું કવિતા પ્રેમની અઘરી ઘણી;
તું એનો સીધો સરળ અનુવાદ થા!
એમ મારામાં થઈને એકરસ,
તું હવે તારા મહીંથી બાદ થા!
આમ બસ ડોકું ધુણાવી બેસ મા!
શેર જો ગમ્યો જ છે, તો દાદ થા!