બાળ ગરીબનું
બાળ ગરીબનું
1 min
13.5K
નેતા રાતે મહેલમાં ભથ્થાં નિશ્ચિત કરે
ગરીબ ઝુપડી ટકાવવા કવાયત કરે
દિવસો ગુજારે સલામી ઠઠારા વરે
ગરીબ હોજરી ભૂખની હિફાજત કરે
આંખે બાવાં ને ,ઓહ,અધ મુએ મરે
ભૂલવાની આદતે જીવન હિદાયત કરે
સરકાર સત્તાના ઉઘરાણા ગઠન કરે
થપાટે ઈલાજો હાથની જયાફત કરે
વાત વચને,ભાષણે,કમિટીએ રાજ કરે
પગારે ભથ્થે સાલિયાણે ધનાધન કરે
બાળ ગરીબનું ઊંધા કટોરે જીવન ધરે
ધૂળમાં,રોટી છાપી નિસાસે ઈબાદત કરે