Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

ઉધાર ખતવાશે : શૌર્ય.

ઉધાર ખતવાશે : શૌર્ય.

1 min
12.7K


વ્યવહાર જેવો તમારો,

એવો સચવાશે, 

જમા તો જમા,બાકી, 

ઉધાર ખતવાશે,

બસ થોડુ થોડુ સમજતો થયો છુ, 

ઘસાયા પછી ચમકતો થયો છુ, 

પણ આ હિસાબ, 

ઘસારા ખાતે ઉધાર દેખાશે...વ્યવહાર જેવો તમારો!

ઘણી વાર પૈસા ગયા છે, 

ઘણી વાર સમય ગયો છે, 

પણ આ હવાલો, 

ઘાલખાધ ખાતે ઉધાર નોંધાશે...વ્યવહાર જેવો તમારો!

કેટલુય લઈ લીધુ, હુ પાયમાલ થયો, 

આપેલુ પાછુ લેતા, હુ બેહાલ થયો, 

પણ આ ખતવણી, 

લેનાર ખાતે ઉધાર લખાશે...વ્યવહાર જેવો તમારો!

વ્યવહાર જેવો તમારો, 

એવો સચવાશે, 

જમા તો જમા,બાકી, 

ઉધાર ખતવાશે,


Rate this content
Log in