માની પીડા
માની પીડા
ગર્ભમાં જ રહી
વ્હાલી માતાના મુખેથી સાંભળી સજાવ્યો ફૂલડાનો બાગ,
હું તો નાનકડી કળી સમ,
પાસે રહેતું એક ગુલાબનું ફુલ બોલ્યું,
"ચાલ તને દુનિયાની લીલીછમ વાડીમાં,
ઊગવાનું - ખીલવાનું - ઝુમવાનું -કરમાઈને વિખરાઈને ખરવાનું બતાવું..."
આ... શું...?
મમતાનો હેતભર્યો હાથ અડ્યો ને હું ખીલી ગઈ,
સગપણથી સજેલા આંગણે હેતનાં હિલ્લોડે હરખાતી ગઈ,
સિંદુરિયા થાપાને લાલચટ્ટક ચુંદડી ઓઢીને પ્રેમના રંગે ઝૂમતી રહી,
એક ચીસ પડી... દીકરી...
સગપણ તૂટ્યા - ના'તા છૂટ્યા-
એક 'મા'ની કારમી ચીસ...
સુખ દુઃખની ભાત ભરેલી
પગલી મારી પ્રેમ ભરેલી
મીઠાં હૈયે હરખ ભરેલી
અચાનક જ ચીસ સામટી -
હવામાં વિખરાઈ ગઈ -
વે... રા... ઈ... ગઈ.
ઓ... 'મા'.