Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Preeti Jariwala

Inspirational

3  

Preeti Jariwala

Inspirational

એ પળ

એ પળ

1 min
13.7K


કેટકેટલી તૈયારી
કંકોત્રી, વાડી, આમંત્રિતોનું લિસ્ટ
પાનેતર, ઘરચોળું, દાગીનાં, કપડાં,
આખરે આવ્યો એ દિવસ
મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, મોસાળું
હસ્તમેળાપ, સત્કારસમારંભ
અને... એ પળ
કેટકેટલું વિચાર્યું હતું
આપીશ હસીને વિદાય
ત્યાં તો આવી એ ધીમે પગલે
'મમ્મી.......' કહેતી વળગી મને
એ જ વહાલ, માસૂમિયત
આવતી નિશાળેથી દોડીને
'મમ્મી........' કહીને વળગતી મને
શું કરું બેટા!
ક્યાંથી લાવું એ બળ
કેમ કરું તને હું અળગી
ત્યાં તો સ્પર્શ્યો મારા શિરે
એક કંપિત પ્રેમાળ હાથ
એ જ વહાલ, હૂંફ ભર્યો
જોયું ફરીને
માની આંખમાં 
ત્રીસ વર્ષ પહેલાનું
થીજેલું આસું
મળ્યું બળ મા થકી
દીકરીને સાસરે વળાવવાનું !                                                                                                                   

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

More gujarati poem from Preeti Jariwala

Similar gujarati poem from Inspirational