Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

ઈશ્વર થવું નથી

ઈશ્વર થવું નથી

1 min
13.6K


નિ:શ્વાસ નાંખતો હવે ઉંબર થવું નથી,
કો’દીકરી વિદાયનો અવસર થવું નથી.
 
વરસે નયનનાં તીર તો, બખ્તર થવું નથી,
એના ગુલાબી પ્રેમમાં, નડતર થવું નથી.
 
લીલો હતો વિરહ અહીં કે માંડવો લીલો,
એ યાદને હવે ફરી કળતર થવું નથી.
 
તારાંપણાંની ફક્ત મેં માંગી’તી સાબિતી,
તું એટલે કહે હવે ઈશ્વર થવું નથી ?
 
ઇચ્છા વસંતી મેં કરી લીલપ હું પાથરું,
ત્યાં પાનખર બની પછી ખરખર થવું નથી.
 
દુર્ગંધ ફેડવા અહીં, મસળે છે લોક પણ,
મસળાઉ ભાગ્યવશ ભલે, અત્તર થવું નથી


Rate this content
Log in