Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Piyush Chavda

Others

3  

Piyush Chavda

Others

નખશીખ ચલ પલળીએ

નખશીખ ચલ પલળીએ

1 min
13.2K


છત્રીને બાજુ રાખી, ક્યારેક ખુદ ઉઘડીએ;
ચિંતા બધી જ છોડી, નખશીખ ચલ પલળીએ.
 
આજે નહી તું પલળે, તો દોસ્ત ક્યારે પલળીશ?
આ શ્વાસ હોડી પહોંચી, જીવનના છેક તળીએ.
 
કૃપા અગાધ વરસે, હર બુંદમાં છે ઈશ્વર,
માયા બધી મુકીને,ચલ આજ એને મળીએ.
 
અવસર મળ્યો છે આજે, અંદર ભરી લો ઠંડક,
ભડભડ બળે છે અગ્નિ,ક્યાં લગ ભીતરથી બળીએ.
 
શૈશવનો હાથ ઝાલી, ટોચે હિલોળા લઈને,
ખળખળતો ધોધ થઈને, નેવાં ઉપરથી દડીએ.
 
 
 
 


Rate this content
Log in