Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


'રામ' હો કે 'શ્યામ'

'રામ' હો કે 'શ્યામ'

1 min 13.9K 1 min 13.9K

સાવ સીધો હોય રસ્તો આવ સાથે ચાલીએ
માનવીના ભેદ ભૂલી પ્રેમથી મ્હાલીએ
ઘર ભલે નાનું રહ્યું પણ દિલ મોટું રાખજો ,
કામ સઘળા પાર પડશે હાથ એનો ઝાલી
ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી ,
ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ
લાગણીના છોડવાઓ સાચવી હું ચાલતી,
ઘર મહેઁક્તું રાખવાને બંધ હોઠે બોલીએ
આરસીમાં ખુદ નીરખતી છેક અંદર જઈ પછી,
'રામ' હો કે  'શ્યામ' સઘળું એક સરખું તોલીએ


Rate this content
Originality
Flow
Language
Cover Design