Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


ધ્યાનસ્થ રૂષિ

ધ્યાનસ્થ રૂષિ

1 min 13.6K 1 min 13.6K

ધોમધખતા તાપમાં ચાલતી રહી...
ચાલતી જ રહી...
ને દેખાયું-
સૂકુભઠ્ઠ જંગલ,
ઝાડવા પણ સાવ સૂકાં,
પાંદડા જમીન પર ખરી પડેલાં,
ઉના ઉના પવનથી ઉડાઊડ થાય,
વંટોળિયે ઉડી જાય આઘેરા - ને
વિખરાઈને પાછા જમીન પર પડે,
ટેકરી પર બેઠી હતી ને,
સામે ઊભેલા સૂકા ઝાડને પૂછ્યું -
શું તને આ સૂકા પણાની પીડા નથી...?
ને ---ઝાડ કશું બોલ્યું નહીં.
રડી જ પડ્યું ,આજ સુધી તેને,
કોઈએ તેની પીડાની વાત પૂછી જ ન હતી,
તેના આંસુ પણ થોડેક સુધી વહ્યાં અને સુકાઈ ગયા.
બસ હું ઊભી થઈ અને -
દોડી ગઈ ઝાડ પાસે -
પહેલાં આંખથી આંખ મિલાવી...
પછી -
હળવે હાથથી પંપાડ્યું...
અને પછી -
મારા બે હાથથી બાહોમાં તેને સમાવી હ્રદયે લગાવ્યું.
તેની પીડાને ભરી લીધી મારામાં ને -
આપી દીધી બધી ભીનાશ મારી 
ત્યાંજ
આભમાંથી વરસી પડ્યાં
વરસાદી ફોરાં...
લઇને જાણે બરફની ટાઢક...
વ્રુક્ષ અને હું
બની ગયા જાણે કે
ધ્યાનસ્થ રૂષિ.


Rate this content
Originality
Flow
Language
Cover Design