Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

ઝેડ પ્લસ !

ઝેડ પ્લસ !

1 min
13.8K


કોઇ આ દિલને ઝેડ પ્લસ સિક્યુરિટી આપો,

એની યાદોના હુમલા રોજ રોજ થાય છે.


આંખો સમક્ષ આવીને તરતજ સંતાય છે,

ને પછી "ચોલી કે પીછે ક્યાં હે ?" ગાય છે.


કાતિલ એ હાસ્યમાં મન મોહાય છે,

દિલ ડોલી ઊઠે ને મગજ બંધ થાય છે.


શસ્ત્રોમાં તેણે આંખો રાખી છે,

એકએક ઘા એ કાળજા કપાય છે.


પરમાણુ હમલા તો ઓલી લટ કરે છે,

ને ધબકારા વધી વધી જાય છે.


દાંત નીચે હોઠને દબાવે ને ફોડે ડાયનામાઈટ,

કોઇ બચાવો અહીં જીંદગી આ જાય છે.


Rate this content
Log in