Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sarjak Gautam Parmar

Inspirational Others

4  

Sarjak Gautam Parmar

Inspirational Others

પાર્થ થઈને ભાગવત ભણતો નથી

પાર્થ થઈને ભાગવત ભણતો નથી

1 min
14.3K

પાર્થ થઈને ભાગવત ભણતો નથી,

એટલે આ સારથી મળતો નથી.

છોડ આળસ નામનું તાવીજ આ;

કર્મને જો કોઈ ગ્રહ નડતો નથી.

કર્મ જેના હોય વિધાતા પછી;

એ હથેળી ભાગ્યને ધરતો નથી.

દૂર નીકળી તું ગયો ક્યાં એકલો?

માર્ગ જો એ ઘર તરફ વળતો નથી.

દોષ તારા ખાય છે ચાડી હવે;

કર્મ કોઈ પુણ્યનું કરતો નથી.

પાત્રતા તારી છે કુંદન જેટલી;

ફક્ત તું પારસમણી અડતો નથી.

હાર સર્જક હર કુરુક્ષેત્રે થશે;

જાત સાથે જે કદી લડતો નથી.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational