Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

બચપણ

બચપણ

1 min
6.6K


બચપણમાં ધૂળનાં વંટોળિયામાંય અનોખા આનંદની આંધી હતી...
પાટલુનના થીગડે માંએ મમતાથી ગરીબીની ગરિમા સાંધી હતી...!

વાંકાચૂકા રસ્તા ને ખેતરની કેડીઓ હાઇવેથી પણ ચડિયાતી હતી...
મા-બાપના  પરસેવાની  સુગંધ  કર્મયોગની પ્રેરણા બનતી  હતી...!

ઉનાળામાં ભર - બપોરે ઉઘાડા પગે ભટકવાની આઝાદી  હતી...
ને ચોરી છુપીથી નદી તળાવમાં નહાવાની નિર્દોષ મજા હતી...!

પહેલ-વહેલા વરસાદથી સરજાતી મહેક માટીની શબ્દાતીત હતી...
ખંતની ખેડને વિશ્વાસની વાવણીથી ખુશી સૌની ઉભરાતી હતી...!

ખેતર - ખળાં ના ખોળામાં ખુશ્બૂ ધન-ધાન્યની ખુટતી નહોતી...
ગોળ-ઘી ને મરચામાં વાનગીઓ તાજની પણ વામણી હતી...!

બાપુએ શેકેલા મગફળીના ઓળાની તો વાતજ નિરાળી હતી...
ગરમ પોંકને ઘુંટાથી શિયાળાની જાહોજલાલી ઘૂંટાતી હતી...!

તહેવારોના ઉલ્લાસમાં ભાગીદારી આખે-આખા ગામની હતી...
કપડાની એક જ નવી જોડીમાં ખુશી તો આખા શો - રૂમની હતી...!

માની શિખામણ ને આતાનો અનુભવ મૂડી જિંદગીની સાચી હતી...
'પરમ' સુખ-સંતોષ ને નિઃસ્વાર્થમાં જિંદગી સૌની 'પાગલ હતી…!


Rate this content
Log in