આ રસ્તો ,
આ રસ્તો ,
કદીક જ્યારે જો હરખાય આ રસ્તો,
ત્યારે મલક મલક મલકાય આ રસ્તો,
રિસાય જો કોઇ અને માને જ નહિ,
ત્યારે ખોટા ખોટા સમ ખાય આ રસ્તો,
પડછાયો જો ના પાડે સાથે ચાલવાની,
ત્યારે તો બહુ જ સલવાય આ રસ્તો,
વૃક્ષો બોલવાનું બંધ કરીને, ધરે મૌન,
ત્યારે ગુસ્સે થઇને અકળાય આ રસ્તો,
નાની અમથી પણ થઇ જાય જો ભૂલ,
ત્યારે વારે ઘડીએ પસ્તાય આ રસ્તો,
થાય જો ભરપૂર વરસાદ લાગણીઓનો,
ત્યારે સાગરની જેમ છલકાય આ રસ્તો,
કોઇ જો વહાલથી ખુશી ખુશી સાથે ચાલે,
ત્યારે 'જશ' રાજીનો રેડ -થાય આ રસ્તો.