Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Oza

Others

2  

Mayank Oza

Others

ગઝલ બને છે

ગઝલ બને છે

1 min
1.4K


ભીતર કશુંક ખાળું ત્યારે ગઝલ બને છે
ભીતરને ક્યાંક ઢાળું ત્યારે ગઝલ બને છે

ક્યારેક મારી અંદર ઉડતા પતંગિયાને
પાંપણ ઉપર પલાળું ત્યારે ગઝલ બને છે

કાગળની હોડીઓમાં તરતા મૂકેલ સપનાં
ડૂબી જતાં નિહાળું ત્યારે ગઝલ બને છે

ચપટી ભરીને મારાં ખાલીપણાનો દરિયો
કાગળ ઉપર ઉછાળું ત્યારે ગઝલ બને છે

ક્યારેક હું જ મારાં પગલાઓ શોધવાને
રસ્તાની રેત ચાળું ત્યારે ગઝલ બને છે


Rate this content
Log in