Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

ઝખ્મ

ઝખ્મ

1 min
194


મીઠી ખણ

વધતી ગઈ

ત્યારે

બુઠા નખથી વલૂરતા રહ્યાં

અચાનક એ નખ વધી ગયા

વલૂરતા રક્તના ટશિયા ફૂટયા

એ જગ્યાએ કાયમી ડાઘ.


વણ રુઝયા ઝખ્મ

નાસૂર બન્યાં

વલૂર તો ચાલુ જ હતી


એ ઝખ્મને વારંવાર તાજો કરવા

આદત પડી ગઈ'તી સહેવાની

કે મજબૂરી

સમજાયું જ નહીં

અને

આદતવશ એણે આપ્યો

દાઝયા પર જ ડામ


ઝખ્મ એમ થોડો રુઝાવા દેવાય ?

પીડાનો અહેસાસ

દર્દના આંસુ

સાથે

અવગણનાને તિરસ્કાર

ઝખ્મ બની રહ્યાં

પેલા વધેલા નખ


બસ

એને વલૂરતા રહે છે

કદાચ ઝખ્મ ભૂલાય જાય તો ?

ચાલ નખ કાપીએ.


Rate this content
Log in