Gunvant Upadhyay

Others


Gunvant Upadhyay

Others


રહ્યાં ન હોત;

રહ્યાં ન હોત;

1 min 14.3K 1 min 14.3K

વાચા મળી ન હોત તો વચમાં રહ્યાં ન હોત;
મળવાં વિશેની કલ્પના કરતાં રહ્યાં ન હોત!

વૃક્ષો મજાનાં આટલાં દેખાત ના પ્રસન્ન;
આકાશની એ પ્રીતને ઝંખ્યાં કર્યાં ન હોત!

માટીથી ગંધ ફૂટતી પહેલાં જ સ્પર્શથી;
ચેતન ભર્યું'તું જડ મહીં અથરાં રહ્યાં ન હોત!

તું આસપાસમાં જ છે;નહોતી અમોને જાણ;
વરસાદમાં તને સનમ; મળતાં રહ્યાં ન હોત!

વાગોળતાં સ્મરણ રહ્યાં; ખોવાઈ ન જવાય
સમજણથી આટલાં અમે અળગાં રહ્યાં ન હોત!


Rate this content
Originality
Flow
Language
Cover Design