Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Others

5.0  

Ramesh Patel

Others

જળ જમનાનાં કહેતાં

જળ જમનાનાં કહેતાં

1 min
454

ખળખળ વહેતાં, 

જળ જમુનાનાં કહેતાં,

કદમની ડાળીથી કૂદીને કાનજી,

હળવેથી મરકતો પૂછતો,

તું મને ભીંજવે કે હું તને ભીંજવું ?

આ કોયડો હજુય ના ઉકલતો.

મારે ને મોરલાને ભાઈબંધી રૂડી,

ઘાટ પર આવી ને નાચતા,

મયુર પીંછે  સોહે કાનજીને પૂછે,

થનથન નાચી કોણ કોને રે રીઝવતું ?

આ કોયડો હજુય ના ઉકલતો.

ચરાવી ગાયલડી બેસીને ઘાટ પર,

મીઠી વાંસલડી એ વગાડતો,

રૂમઝુમ હરખાતી રાધાજી આવતી,

કોણ કોનામાં ડૂબતું, એ ગોકુળિયું  પૂછતું,

આ કોયડો હજુય ના ઉકલતો.

વાહ રે ગોકુળ ને વાહ મારા વૃન્દાવન,

કોયડામાં બાંધે એ કાનજી,

ખળખળ વહેતાં, જળ જમુનાનાં કહેતાં,

આજ  રાણી યમુના રાજી રાજી.

Rate this content
Log in