Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


કલકલની ભીડમાં

કલકલની ભીડમાં

1 min 6.4K 1 min 6.4K

ન્હાતા નંદવાઈ ગઈ હેલ

કે હેલ હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં


આંખ્યુંના પોપચામાં અજવાળા દાબીને રાખું હું અંધારી રાત

વ્હેલી પરોઢમાં પાંપણને ઊંચકુંને - ઝાંખું કાં દેખું પરભાત ?

કાળમીંઢ અંધારું આવીને બેઠું જો કોયલના ખાલીખમ નીડમાં

કે હેલ... હવે ગોતું ક્યાં.....


ચમકતા પથ્થરના અજવાળે દેખાતા દ્રશ્યોને કેમ કરી ઢાળીયે ?

ભીંતે ચિતરેલા આ દરિયાના મોજાને હેલ્લારે .. કેમ રે ઉછાળીયે ?

રવરવતી રેતીની ભીતર ભીનાશ તોયે ભીંજે ન તરણુંએ બીડમાં

કે હેલ... હવે ગોતું ક્યાં...


Rate this content
Originality
Flow
Language
Cover Design