Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

હું કમાઈ, પણ રહી નુકસાનમાં

હું કમાઈ, પણ રહી નુકસાનમાં

1 min
6.6K


એવી પણ ના હું હતી બેધ્યાનમાં,
બસ સમય વીતી ગયો અભિયાનમાં.

જ્યાં મેં ઝોળી સ્હેજ શું ખુલ્લી મૂકી,
લોક લૂંટે જાણે હું બેભાનમાં.

ભીડ ભારે ને છતાં સહું એકલાં,
એટલે પાછી ફરી વેરાનમાં.

સાચું કારણ એટલે કહેવાય નહિ,
ભ્રમ મને કે હું હતી સુકાનમાં.

લોક ટોળામાં જીવે છો ને મરે,
હું જીવું બસ એક મારાં તાનમાં.

સાવ નરસૈયાની જેવું મારું થયું,
હું કમાઈ, પણ રહી નુકસાનમાં.


Rate this content
Log in