Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Romance Inspirational

3  

Nisha Shah

Romance Inspirational

પ્રેમચાવી

પ્રેમચાવી

1 min
464


સપ્તપદીના ફેરા ફર્યા, 

પ્રેમના મંત્ર ભણી લીધા, 

વીંટી પ્રતિકની પહેરાવી,

પ્રેમવેલી પર પુષ્પ આવ્યું.


એવું શું તોફાન આવ્યું કે,

ઘરમાં મોટી તિરાડ પડી !

એકબીજાને વીંટી બતાવે !

શું પ્રેમમા ઓટ આવી કે ?


ઘરમાં ભલે ભંગાણ હોય, 

દીલમાં તિરાડ ન પડાય,

ચાવી હજુ બે અકબંધ છે,

આ તો પ્રેમથી જ ખૂલે !


યાદ કરો એ સુંદર પળો,

જુઓ જરા કોમળપુષ્પ,

જોજો કરમાય ન જાય !

ભુલચૂક ભુલો જરા !


અહમનો અંચળો કાઢો,

પ્રેમથી ચાવીઓ લગાવો !

ત્યારે ઘર ફરી જોડાઈ જશે,

ને વીંટીઓ આંગળીમાં જશે.


નાજુક પુષ્પ મ્હોરી ઉઠશે, 

ઘર મટી મંદિર બની જશે,

પ્રેમ ચાવીનો મહિમા ઘણો,

પૃથ્વી પર સ્વર્ગ આવી જશે .


Rate this content
Log in