Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

દાવો લાગે છે!!

દાવો લાગે છે!!

1 min
7.2K


સંબંધોનો મોટો બોજો લાગે છે!
હર દિલમાં પ્રેમ થોડો ઓછો લાગે છે!!

સાંધુ સાંધુ ને તૂટે દોરી પાછી,
પે’લેથી આ કાચો ધાગો લાગે છે!!

બારીઓ ને દરવાજા ખોલો સઘળાં,
મારાં તો રૂંધાતાં શ્વાસો લાગે છે!!

માંના પગમાં જન્નત હોવાની વાતો,
કોઈનો આ ખોટો દાવો લાગે છે!!

દેવાવાળો તો બેઠો છે દિલ ખોલી,
અધખૂલો મારો આ ખોબો લાગે છે!!

લોકો સાથે ઝઘડી ઝઘડીને શું કરું;
આ મારો રૂપિયો ખોટો લાગે છે.

ક્યાંની ક્યાં જોડી જોડે છે હે ઈશ્વર,
શાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!

કહી દે શબ્દોમાં “સપના” દિલની વાતો,
એથી દિલનો બોજો હલકો લાગે છે!!


Rate this content
Log in