Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aswin Patanvadiya

Children

3  

Aswin Patanvadiya

Children

પ્યારા શિક્ષક

પ્યારા શિક્ષક

1 min
670


ઓ પેલા શિક્ષક ભણાવે બા.(2)

પાટીને પેન તે હાથમાં પકડાવે,

કાલાઘેલા વેણથી એકડો ઘુટાવે.

પછી તે બગડો ઘુટાવે બા..

ઓ પેલા શિક્ષક ભણાવે બા.(2)


ચકા-ચકીની તે વાર્તા સુણાવે,

એક્શન કરીને માથું ડોલાવે.

પછી વાર્તાનું નાટક કરાવે બા.

ઓ પેલા શિક્ષક ભણાવે બા.(2)


રંગ રે રંગની રમત રમાડે,

બધાજ રંગોની ઓળખ કરાવે.

પછી તે ચિત્ર દોરાવે બા,

ઓ પેલા શિક્ષક ભણાવે બા.(2)


લીલા કાગળનો પોપટ બનાવે,

લાલ કાગળનો ગુલાબ બનાવે.

પછી તે ધોળું સસલું બનાવે બા.

ઓ પેલા શિક્ષક ભણાવે બા.(2)


Rate this content
Log in

Similar gujarati poem from Children