Rajesh Hingu

Classics


Rajesh Hingu

Classics


સ્વાગત કરું છું

સ્વાગત કરું છું

1 min 337 1 min 337


ઈશ-આશિર્વાદનું સ્વાગત કરૂં છું,

દિકરી રૂપે માતનું સ્વાગત કરૂં છું.


ક્યાંય એ ઝાઝું કદી રોકાય ના,

છે અતિથિ, દુ:ખનું સ્વાગત કરૂં છું.


આપ મારા બારણે આવી ઉભા છો,

વ્હેમ છે ? તો વ્હેમનું સ્વાગત કરૂં છું.


છે પ્રભુની પ્રીતનાં એ તો પ્રતિકો,

હું જીવનનાં દ્વન્દ્વનું સ્વાગત કરૂં છું.


મેં બધું ત્યાગ્યા પછીથી મેળવી છે,

માહ્યલાની મોજનું સ્વાગત કરૂં છું.


Rate this content
Originality
Flow
Language
Cover Design