Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ્યો હતો
આવ્યો હતો
★★★★★

© Bharat Darji Aabhas

Inspirational

1 Minutes   13.3K    4


Content Ranking

ખોખલી એ લાગણીને વાળવા આવ્યો હતો, 

આપણા વિશ્વાસને જાણવા આવ્યો હતો.

ભાગ્ય તો જો, એકલી આજે ઉદાસી જોઇને,

આંસુ હિંમત આ નયનથી આપવા આવ્યો હતો.

આવી મારી જીવવાની આ દશા કોને ગમી? 

કોણ જે એકાંત મારૂં તોડવા આવ્યો હતો.

દોસ્તનાં જખ્મો વસાવી પ્રેમથી જીવ્યો છું હું, 

જિંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.

રોજ તો 'આભાસ' ફરતો'તો કફન ઓઢી બધે,

જીવતા હું મોત પ્યારું માંગવા આવ્યો હતો.

કફન દોસ્ત જીવવા માણવા ગઝલ આભાસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..