Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મુજ હૈયું
મુજ હૈયું
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.7K    2


Content Ranking

લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું,
કેટલાક યુગોથી હતું તરસ્યું મુજ હૈયું.

કંઈક જન્મની હતી તરસ જબરજસ્ત,
બળબળતા બપોરની ગરમીથી હતું ત્રસ્ત,
કોઇની રાહ જોવામાં રહેતુતું સદા વ્યસ્ત,
ખિલખિલાટ આજે કેવું હસ્યું મુંજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

ખુશીઓના જામ પીવડાવયા તેં ઓ સનમ,
તેથી જ આમ ડોલી ઊઠ્યું છે આ મન,
બન્યું એ તો હવે એની જ મસ્તીમાં મગન,
તેથી તો, તુજ દિલમાં વસ્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

આ જે કંઈ છે, તે તમારા સંગની છે કમાલ,
સાચવી રાખ્યો છે, અમે તમે આપેલો રૂમાલ,
પ્રેમમાં તમારા, થઈ ગયા છીએ માલામાલ,
કેવા ઉમંગે, મનભરીને નાચ્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

ચહેરા પર અમારા ખીલ્યાં છે ગુલાબ ખુશીનાં,
જાણે મળ્યાં હોય 'જશ' દિલ સારસ બેલડીનાં,
ને દોડતાં હોય મનનાં આકાશે વાદળ હસીનાં,
કેટલાં વર્ષો બાદ, આજ મલક્યું મુજ હૈયું,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું.

ગીત કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..