Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

કુદરતની તરહી

કુદરતની તરહી

1 min
6.6K


જીવન સૌનું કુદરત ની તરહી છે,.

શ્વાસો એની ફુર્સતની તરહી છે.


જેવું જીવન આપ્યું, એવું સોંપું,.

બસ મારી એ દાનતની તરહી છે.


અપનાવું હું રોજે સૌના ભાવો,.

એ તો મારી ચાહતની તરહી છે.


અમસ્તા દર્દો વ્હાલાં ક્યાં લાગે છે,

દર્દો એની ધરપતની તરહી છે.


ડગલું ચાલું હું એના ઈશારે,

એ જ એની હરકતની તરહી છે.


જેવા શબ્દો એવી ધારો કાઢું,.

વાણી મારી કરવતની તરહી છે.


એની ઈચ્છા વિના પત્તું હાલે ?

સુખ તો એની બરકતની તરહી છે.


કણકણમાં ધબકે છે એના શ્વાસો,.

એ ભૂલ્યા તો, લાનત ની તરહી છે.


Rate this content
Log in