Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આજનો માંડવડો મારો
આજનો માંડવડો મારો
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   121    5


Content Ranking

આજનો માંડવડો મારો, મોગરડે છાંયો;

રાધાજીના સંગે વહાલો, રમવાને આયો. આજનો

ગોફણીએ ઘુઘરડી ઘમકે, રેશમની દોરી;

શામળીઓ શામળો રંગે, રાધિકા ગોરી. આજનો.

દહીં દૂધ ને કરમલડો, માંહી સાકર ઘોળી;

માહારા વહાલાજી આરોગે, પીરસે ભમરભોળી. આજનો.

શોળે ને શણગાર સજ્યા સખી, ઓઢણ સાડી;

શ્રી વૃંદાવનમાં વિઠ્ઠલ સાથે, રમત માંડી. આજનો

અખંડ હેવાતણ મારે, એ વર રૂડો;

નરસૈયાના સ્વામીએ મુજને, પેહેરાવ્યો ચૂડો. આજનો

નરસિંહ મહેતા કૃષ્ણ રાધા શણગાર કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..