Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ના જડ્યા

ના જડ્યા

1 min
7.1K


આજે તારી ગઝલ કરવા બેઠી 'મા' પણ
વર્ણવી શકે તને એવા શબ્દોજ ના જડ્યા!
 
જન્મ મારો ને પીડા તારી 
પ્રેમને એ સમાવી શકે એવા છંદો જ ના જડ્યા!
 
માંદગી મારી ને ઉજાગરો તારો 
થાક ને એ બિરદાવી શકે એવા અલંકારો જ ના જડ્યા!
 
ઈજાઓ મારી ને વેદનાઓ તારી 
લાગણીઓને એ નિરૂપી શકે એવા રૂપકો જ ના જડ્યા!
 
મેં કહ્યું તે સાંભળ્યું; જે ના કહ્યું તે પણ સાંભળ્યું 
સમજણને એ સમજાવી શકે એવા મુહાવરા જ ના જડ્યા!
 
સફળતા મારી ને પરસેવો તારો 
ઉપકારને એ વધાવી શકે એવા પુષ્પકો જ ના જડ્યા!
 
જીવન ભલે મારુ પણ સંઘર્ષ તો તારોજ 
ત્યાગને એ સન્માની શકે એવા લય ને તાલ ના જડ્યા!
 
આજે તારી ગઝલ કરવા બેઠી 'મા' પણ 
વર્ણવી શકે તને એવા શબ્દો જ ના જડ્યા!


Rate this content
Log in