Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Children Stories

3  

Kalpesh Vyas

Children Stories

રજા પડી, મજા પડી

રજા પડી, મજા પડી

1 min
549


રજા પડી રે ભાઈ રજા પડી,

શનિ અને રવિને રજા પડી,

મજા પડી રે ભાઈ મજા પડી,

રજા માણવાની મજા પડી,


આવી ઘડી રે ભાઈ આવી ઘડી,

હર્ષોલ્લાસની આવી ઘડી,

રળિયામણી છે આજની ઘડી,

કોઈની આંખો હસી, તો કોઈની રડી,


જમીન પર બરખાની બુંદો પડી,

અમુક બુંદો માથાને પણ અડી,

મજા પડી રે ભાઈ મજા પડી,

ભિંજાવાની સહુને મજા પડી,


તડાતડી રે ભાઈ તડાતડી,

વીજળીની થઈ ગઈ તડાતડી,

પડાપડી રે ભાઈ પડાપડી,

આનંદ લુંટવા થઈ પડાપડી,


ચાલી છડી રે ભાઈ ચાલી છડી,

જાદુની જાણે કોઈ ચાલી છડી, 

જોડાઈ કડી રે ભાઈ જોડાઈ કડી,

'દિલથી દિલની' જોડાઈ કડી.


Rate this content
Log in