Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

વરસાદી વાયરાની વાછંટે

વરસાદી વાયરાની વાછંટે

1 min
6.9K


ઓણુકા  વરસાદી વાયરાની વાછંટે,
એવી ભીંજાણી,એવી ભીંજાણી કે,
            રોમ રોમ લાગી ગઈ લા'ય .....

સૂતેલી આશાઓ વેંત વેંત ઉછળીને ,
એવી તો ઝબકી, એવી તો ઝબકી કે 
કણકણમાં વાયરાઓ વા'ય ......
જાણે ભીતરમાં ઝરમર વરસાદ

અલપ-ઝલપ,આગળ-પાછળ
નદીયુ  જાણે વહેતી,
ખળખળ-ખળખળ,વહેતી-વહેતી
ધીમી વાતું  કહેતી,
સાતેય રંગોની ઝાંય એમ ઉઘડી ને,
એવી તો ઝળકી , એવી તો ઝળકી કે 
    રણઝણતી લાગી કંઇ ઝાંય .....
          જાણે ભીતરમાં ઝરમર વરસાદ

 છબક-છબક,ચટક-ચટક,ચંચલ કાયા ચાલે,
ધબક-ધબક,લટક-મટક, દલડું ધીમું હાલે,
શ્યામ તારી મોરલીનો નાદ મીઠો સાંભળીને,
એવી તો થરકી , એવી તો થરકી કે --
    ગીતોમાં મઘમઘ થવાય ......
જાણે ભીતરમાં ઝરમર વરસાદ


Rate this content
Log in