Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Bhavsar

Others

3  

Manoj Bhavsar

Others

મારો અસબાબ...

મારો અસબાબ...

1 min
6.6K


પાંચિકા રમતાં એણે
ક્યારે પૂજ્યા'તાં પાંચે આંગળીએ,
ઝબકીને જાગ્યો ત્યાં તો
તુલસી આંગણીયેથી ચાલી...

ભીંતે પડઘાતી હજુ
કાલીઘેલી બોલીની ભ્રમણાં નથી ભાંગી...
રસોડાનો સેટ હો કે,
ડોલ બાર્બી હજુ હમણાં તો આપ્યું'તું લાવી,
નદી કે પર્વત રમતાં રમતાં
એના પર્વતને મેલીને ચાલી...

રોજ હજુ વારતા,
આ નહિ પેલી પાપા, બીજી કહોને કહેતી,
સરોવર હોત તો સારું હતું,
આ તો નદી એક જો ને છે વહેતી,
દાવ છે તમારો કહી સંતાતી,
ને, થપ્પો થાપાનો દઈને ચાલી...

આંખોથી ઝરતો ખાલીપો
હવે કેમ કરી એને રોકું,
ગોર્યોની મહેંદી આજે
રંગ લાવે તો કેમ કરી એને ટોકું,
મારા સ્મરણોની વેલ,
સપનાંની હેલ લઈ ચાલી...

શંખ-છીપલાં ને પાંચિકા ને,
એણે કાગળે ચિતરેલી બાર્બી
એજ મારો અસબાબ છે ખાલી...


Rate this content
Log in