Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રહે છે
રહે છે
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   6.9K    6


Content Ranking

અધૂરપ ભાવ-નિર્મિત ચીજની ખટકી રહે છે;
હ્રદયમાં શૂળ માફક એજ તો અટકી રહે છે.

ગઝલ આરાધવા; સાકારવા માથું નમાવું--
ગળે ચગદાંની માફક રોજ શું લટકી રહે છે ?

તને પામી જવી; ભૂલી જવી તારી જ મરજી;
અનિર્ણિત ક્ષણ વચાળે હોવું પણ ભટકી રહે છે.

ભરીને આંખમાં અમૃત રહે છે તું મલકતી;
તરસ બૂઝાવતી તારે શિરે મટકી રહે છે!

શબદ પણ થાય છે ભીનાં સનાતન સદ્યસ્નાતા;
પળે જે કેશરાશિ ભીની તું ઝટકી રહે છે!

 

 

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..