Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

દિશા ચાર

દિશા ચાર

1 min
13.1K


સમય; ગુલાબ; આંખ અને પાંખ પોતીકી;
મળી જતાં જ થાય દિશા ચાર આપણી !

સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન;
કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી !

સૂરજનું ઊગવું ય વળી થઈ શક્યું સહજ-
પૂરવ દિશા તરફ જરા પૃથ્વીની થઈ ગતિ !

હૂંફાળવી હથેળી; મહેંદી મઢી મીઠાશ-
જોઈને નવયૌવનાનાં નયન ઝણકી ઝાંઝરી !

ગઝલ; નઝમ; કવિતા તો પર્યાય એકમેક-
સુગંધ- સ્વરને સાંકળે ઝાલે જ્યાં આંગળી !


Rate this content
Log in