Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Drama Romance

2  

Jaydip Bharoliya

Drama Romance

પરિવર્તન

પરિવર્તન

1 min
292


છિન્ન ભિન્ન થયેલી લાગણીઓ થઈ એકઠી,

જે દરેક ક્ષણે તારી માટે વિચારણા કરવા બેઠી,

તારાં આવવાથી થયું કેટલું પરિવર્તન?


દિવસના અંજવાળા કરતાં પૂનમનું અંજવાળું વધારે ગમ્યું,

રાત્રીના અંધકાર કરતાં તારી યાદોનો અંધકાર વધારે ગમ્યો,

તારાં આવવાથી થયું કેટલું પરિવર્તન?


સ્વપ્નમાં બસ તને જોવાનું મને વધારે ગમવા લાગ્યું,

સૂર્યના એ તાપ કરતાં વૃક્ષની શીતળતા વધારે ગમવા લાગી,

તારાં આવવાથી થયું કેટલું પરિવર્તન?


વાંકીચુકી સરિતામાં તારાં દેહને હું નિરખવા લાગ્યો,

બસ એજ સરિતાના શાંત જળને હું વધારે જોવા લાગ્યો,

તારા આવવાથી થયું કેટલું પરિવર્તન?


દિલથી દિલ જોડાયાં, હવે તો આપણાં વિચાર પણ જોડાયાં,

એકબીજાને અનંત પ્રેમ કરી બેસ્યાને વિરહના આસું ત્યાંજ છોડાયાં,

તારા આવવાથી થયું કેટલું પરિવર્તન?


Rate this content
Log in

Similar gujarati poem from Drama