Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

જાય છે

જાય છે

1 min
13.8K


તને આંગળી ઝાલી લઈ જાય છે;
જરા પૂછ, એ ક્યાં લગી જાય છે?

કશું માંગવાથી મળે છે જ ક્યાં?
નથી શોધતા એ જડી જાય છે.

સદી જેવી ક્ષણ કોઈ વીતે અને,
કદી કોઈ ક્ષણમાં સદી જાય છે!

ઉદાસી બધું યે કહી જાય છે,
ઘણું તો ય કહેવાનું રહી જાય છે.

નથી એક આંસુ ય આવ્યું હજી,
છતાં કેટલું યે વહી જાય છે!

તમે એને પકડી શકો છો ભલા?
સમય છે, સમય તો સરી જાય છે!

બધી હસ્તરેખાઓ કાચી પડે!
કદી એમ પાસા ફરી જાય છે.


Rate this content
Log in