મહાનાયક
મહાનાયક
મોદીજીની નીતિ નિયતની મેન્ડેડરી ઓવરો ચાલે છે
હર બોલે સિક્સરની રણ નીતિએ રન ઓવરો ચાલે છે
શિયાળવાં બાઉન્ડરીએ બોલ રોકોની રણ નિતે દોડે છે
સિંહની સિક્સરો સ્ટેડિયમ કુદાવી જઇ ઇતિહાસ રચે છે
સિંહને છંછેડી શિયાળવાં જીવ બચાવવાને તરફડે છે
આ યુગના રાજાને કૈક મગધરાં શું સમજી બેઠાં હશે ?
સાફ સાચી સુઘડ નિયત નીતિએ સૌનો સાથ સૌનો વિકાસ
ન કોઈ મલિનતા ન કોઈ સાજિસ સૌનો સાથ સૌનો વિકાસ
ખાઈ ખાઈ બની બેઠેલા મતાંધાતા ધોળા હાથીઓ ઝુરે છે
જીવ બચાવવા સુનામી તોફાને એક બીજાના સાથ શોધે છે
સૈન્ય પ્રજા સંવિધાન ઘોળી 'પી' જનારા જીવ બચાવવા તરફડે
યુગ પુરુષના આગમને ધરતી સાફ નવપલ્લિત થવા થનગને છે