Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

એ કામ માળીએ જ સમજાવી જવા જેવું હતું

એ કામ માળીએ જ સમજાવી જવા જેવું હતું

1 min
14.1K


એ કામ માળીએ જ સમજાવી જવા જેવું હતું,
તું ફૂલ છો, સૌરભને પ્રસરાવી જવા જેવું હતું.
 
કુદરત ઉછેરે છે બધું એ વાત પર શ્રદ્ધા ધરી,
જે બીજ આવે હાથ, એ વાવી જવા જેવું હતું.
 
ઝાકળ તણો જાદુ અગર, જો ફૂલને મંજૂર હો,
તરકટ પછી તડકા તણું, ફાવી જવા જેવું હતું.
 
મારાં ચરણ, તારાં તરફ, વળતાં નથી હું શું કરું ?
મારે જ તારા ધામમાં, આવી જવા જેવું હતું.
 
અહલક પળે કો ભીતરે, સાકાર થાયે એ ઘડી,
છોડી જગતની આંગળી, ચાલી જવા જેવું હતું.
 
એ રણ હશે કે ઝાંઝવાં કે એ હશે છલના નરી,
એ જે હશે એને ય તરસાવી જવા જેવું હતું.


Rate this content
Log in