Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Inspirational

4  

Sapana Vijapura

Inspirational

નડવું નથી

નડવું નથી

1 min
419


કોઈને સીડી બનાવીને ઉપર ચડવું નથી,

ને હટાવીને ફરી એને ય પડવું નથી,


હા તમે સાચા જ છો માની લઉં છું વાત એ,

વાત વાતે રોજ કોઈ સંગ ના, લડવું નથી,


લો બનાવી સ્મિત રાખો આપના મુખચંદ્ર પર,

કે તમારી આંખનું આંસું થઈ દડવું નથી,


રેશમી પાપણમાં છૂપાવી દો એ રીતે મને,

છો આ જગ શોધ્યાં કરે મારે એને જડવું નથી,


જૂઠ મીઠું હોય છે ને કાનને ગમતું હોય છે,

પણ ગળે જો ઉતરે સત્ય પણ કડવું નથી,


હાથ જોડી ને હું માફી માંગું છું દોસ્તો,હા

નર્કમા તો જિંદગીભર મારે પણ સડવું નથી,


માર્ગથી એનાં હટી જા બસ હવે "સપના"તું તો,

કોઈને પણ આપણે પથ્થર થઈ નડવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational