Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Rathod

Others

5.0  

Hasmukh Rathod

Others

શ્યામ મારી પાસે આવે

શ્યામ મારી પાસે આવે

1 min
277


રાધા તારા કાન ને કે,

મને રાસે રમતા શીખડાવે, 

વૃંદાવન છોડીને એ મારા,

ઉરના ફળિયામાં આવે. 


શ્યામ તારી વાંસળીના સૂર,

ત્રણ ભુવનને ડોલાવે, 

કે ને નરસૈયા એ આવે,

મને ભવના ફેરામાંથી છોડાવે. 


મોરપીંછના મુંગટમાં મુખડુ,

શ્યામ સુંદર મલકાવે,

કે ને મીરા મને એ વહેલી સવારે,

સપનામાં મળવા આવે.


સાચુ સરનામું એનુ,

બસ એક તારી જ પાસે,

કે ને સુદામા તારા કાનને,

કે એ દોડીને મારી પાસે આવે.


Rate this content
Log in