Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 મોકો મળે તો મારે પણ કરવો છે ભ્રષ્ટાચાર
મોકો મળે તો મારે પણ કરવો છે ભ્રષ્ટાચાર
★★★★★

© Aniruddh Tivedi

Comedy

1 Minutes   1.3K    5


Content Ranking

મોકો મળે તો મારે પણ કરવો છે ભ્રષ્ટાચાર
ભલેને હેરાન થાય કરોડો બિચારા લાચાર
સો, બસ્સો, પાંચસો કરોડમાં શું જીવ નાખવો
હજારો કરોડોનું હોઈ તો કરી નાખો બારોબર
 
અહીંયા કોણ કોના માટે હવાલાત હૈ?
રોડ પર તો લોકો લાઈન લગાવત હૈ
એ જ આશામાં કે એક દિન તો આયેંગે અચ્છે દિન
એક થઈ ગયા હતા લાઈનોમાં રામ-રહીમ
 
હવે તો મને પણ મન થાય છે એક કૌભાંડ કરી જ નાખું
બેન બનેવી સાળા બધા સંબંધીને પણ સાચવી રાખું
અંદરથી આવે સાદ, કિતને દિન બિતાઓગે અત્યાચાર મે
કુછ નહિ હોગા તુજે, અબ કુછ દિન તો ગુઝારો ભ્રષ્ટાચાર મેં
 
ક્યારેક ક્યારેક મને એમ થાય છે આ દેખાવો બધા ફેક છે
ફાલતુના આરોપો છે બાકી સાલા અંદરથી તો બધા એક છે
આમ આદમી છું લોનના ચક્કરોમાંથી ઊંચો નહિ આવું
લાગે છે મને મારો ભ્રષ્ટાચાર કરવાનો વિચાર નેક છે...
 
ઓ તારી, પણ હું તો છું સામાન્ય માણસ કઈ રીતે કરું ભ્રસ્ટાચાર,
ખબર નહિ પણ કેમ હવે મને ચૂંટણી લડવાના આવે છે વિચાર
પેલા વોટ માટે તમારા સપનાઓ સાથે કરી લઈશ વ્યાપાર
મોકો મળે તો મારે પણ કરવો છે ભ્રષ્ટાચાર
મોકો મળે તો મારે પણ કરવો છે ભ્રષ્ટાચાર

કવિતા અછાંદસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..