Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

તું હસને, હું તને હસાવું

તું હસને, હું તને હસાવું

1 min
13.4K


'તું હસને, હું તને હસાવું.....................'


તું હસને, હું તને હસાવું,

અરે! થોડું દિલ ખોલીને બોલને હું તને સાંભળું,

આંખમાં નમી અને દિલમાં ભાર લઈને શું હાલી નીકળ્યા છો દોસ્ત!

આંખોનો સાગર જરાક ખાલી તો કર હું એમાં સપના પરોવું,

આ મનનાં ખૂણામાં ક્યાંક મારી જગ્યા તો કર હું એમાં સમાવું,


તું હસને, હું તને હસાવું,

અરે! જો ને આજે સરકસમાં ખેલ ચાલે છે, ચાલ ને! હું તને બતાવું,

ચહેરા પર ચહેરો લગાવી અને મતલબના મુખૌટા પહેરી, બનાવટી થઈને શું ફરી રહ્યા છો સાહેબ!

ચહેરા પરની પેલી કાછલી ઉતારો ને, તો હું તમને કાંઈક સમજાવું,

મનમાં રહેલા પેલા દુષ્કર્મી રાવણને ભગાડોને, તો હું એમાં રામ બેસાડું,


તમે હસોને, હું તમને હસાવું

અરે! આજે જિંદગીનું સરવૈયું લખવું છે ને તારે! ચાલ હું લખાવું,

પોતાના પાપ માઇનસ કરીને પુણ્યને પ્લસ કરીને,

ખુદની ભૂલો ભાગાકાર અને બીજાની ભૂલોનો ગુણાકર કરી તમે શેનું સરવૈયું સરભર કરી રહ્યા છો પુણ્યશાળી જીવ!

દયાની મૂરત બની માફીનો મંત્ર લખી,

બીજાના સારા કર્મોને બિરદાવી, જરાક અમથું મન મોટું રાખી,

પ્રેમ,આદર, માન-સમ્માનનું આખું સરભર સરવૈયું બનવતા ચાલને હું તને શીખવાડું,


અરે! પાગલ,

જિંદગી તો જિંદગી છે દોસ્ત!

મઝાક થોડી છે!

આમ જ ચાલતી રહેશે,

હવે તો તું હસ, હું તને હસાવું.


Rate this content
Log in