Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prashant Somani

Others

2  

Prashant Somani

Others

કોઈને પણ છે ખબર?

કોઈને પણ છે ખબર?

1 min
7.1K


અંતકાળે પાસપાસે રાખજો બંને કબર,
એક સાથે પ્રેમના નામે થશું બંને અમર.
 
એક ડગલું ચાલતા ફાવી ગયું ત્યાં તો જુવો,
બાળપણ ચાલ્યું યુવાનીનું શિખર કરવાને સર.
 
ચો તરફથી રોશનીની વાહવાહી છો કરો,
કોઈ દાડો સાદગીની પણ કરો સાચી કદર.
 
કેટલા ખર્ચા કરી બાંધે છે મોટા મંડપો,
સો કથા વાંચે છતાંપણ થાય છે કોને અસર?
 
સાવ ખોટી બંધ આંખો રાખી ભજતા રોજ પ્રભુ,
ધ્યાન માંથી કોણ જાગ્યું? કોઈને પણ છે ખબર?
 
વાપરે બેફામ વાણી, વાપરે લખલુંટ નોટ,
એકબીજાને હરાવા ક્યાં કરે છે કરકસર.
 
મૃત્યુ વેળા પ્રેમથી ઈશ્વર કહે જાગો પ્રશાંત,
આખરી ફેરો પત્યો ચાલો પરત મારા નગર.


Rate this content
Log in