Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હરિ! આવ્યા'તા મુજ દ્વારે
હરિ! આવ્યા'તા મુજ દ્વારે
★★★★★

© Nilesh Bharvad

Others

1 Minutes   6.8K    7


Content Ranking

હરિ! આવ્યા'તા મુજ દ્વારે,
ઝબકી ને, હબકીને બેઠી થૈ સૈ,
દઉં તાંદુલ કે દઉં મીસરી, થૈ ભારે

મીરાની જેમ એકતાન થઈ રહું કે રાધા ની જેમ ભાન ભૂલું,
અમથું તો થાય લે ને ગોપીની જેમ મીસરી ના ભાવમાં મૂલું
અંદરનું ચિતડું તા તા થૈ ગાય મનડું મોજીલું હિલ્લોળા મારે
હરિ! આવ્યા'તા મુજ દ્વારે

સખા રે સખા! ઉર હરખે ચઢે લે ને તાંદળિયાની ભાજી ચખાઉં?
પાર્થ પાંચાલી સુદામો હું ના રે બનું હરિ તારી ને તારા માં ઢંકાઉ
અદેખી વાંસળી તને શું રે થયું! લે લેતી જા તું તારે ગા રે!
હરિ! આવ્યા'તા મુજ દ્વારે

હરિની આંખો મારા અક્ષર વાંચે ને મેલીને ના ક્યાંય જવાય રે
મોરપીચ્છ મનમાં મૂંઝાઈ મરે, મારા રંગો ના મોરપીચ્છ માં સમાય રે
અરે! આંખોના મોતીને ચાખી ચાખીને,
હરિ હળવે અળગા થયાં રે
ભાન ભૂલી હરિ ગયાં જ્યારે...
હરિ! આવ્યા'તા મુજ દ્વારે

સખી રે સખી! હવે શું રે કહું મારું મન હરી ગ્યા જ્યારે
હરિ! આવ્યા'તા મુજ દ્વારે

કવિતા ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..