સફેદ વાળ
સફેદ વાળ
1 min
21.1K
દીકરી નાની હતી ત્યારે
રમતાં-રમતાં થાકી જાય
ત્યારે મને પૂછતી :
"પપ્પા! હવે હું શું કરું?"
હું કહેતો :
"લે ! મારા માથામાંથી સફેદ વાળ
ગોતીને ખેંચી દે!"
એજ સિલસિલો ચાલુ રહ્યો...
પણ...
પછી તો દીકરી પરણી ગઈ...!
હવે?
હવે હું મારા માથામાં
હેર કલર કરી લઉં છું...પણ..
પણ એમાં થોડાં સફેદ વાળ
રંગ્યાં વગરનાં રાખી મૂકું છું
મારી દીકરી માટે...