Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

આ રસ્તો

આ રસ્તો

1 min
1.4K


કદીક કદીક તો હરખાય આ રસ્તો 
મલક મલક થઈ મલકાય આ રસ્તો 

સમજાવીએ છતાંય કોઈ સમજે નહિ 
રિસાય જો કોઈ અને માને જ નહિ
ત્યારે ખોટા ખોટા સમખાય આ રસ્તો 
કદીક કદીક તો હરખાય આ રસ્તો 

ખબર નથી પડતી ત્યારે કશું કરવાની 
પડછાયો જો ના પાડે સાથે ચાલવાની 
ત્યારે તો બહુ જ સલવાય આ રસ્તો 
કદીક કદીક તો હરખાય આ રસ્તો 

ચૂપ થઈ જાય જ્યારે બને સુનમુન 
વ્રુક્ષો બોલવાનું બંધ કરીને, ધરે મૌન 
ત્યારે ગુસ્સે થઈને અકળાય આ રસ્તો 
કદીક કદીક તો હરખાય આ રસ્તો .

કરમાઈ જાય કોઈ તાજુ ખીલેલ ફૂલ 
નાની અમથી પણ થઈ જાય જો ભૂલ 
ત્યારે વારે ઘડીએ પસ્તાય આ રસ્તો 
કદીક કદીક તો હરખાય આ રસ્તો 

ગમે તેને હંમેશ હોય જે હસતું રમતું 
આવે ચાલનાર જો કોઈ મનગમતું 
તો ગાંડો ઘેલો થઈ જાય આ રસ્તો 
કદીક કદીક તો હરખાય આ રસ્તો 

હોય જો માહોલ પ્રેમની માગણીઓનો 
થાય જો ભરપૂર વરસાદ લાગણીઓનો 
સાગરની જેમ 'જશ' છલકાય આ રસ્તો  
કદીક કદીક તો હરખાય આ રસ્તો


Rate this content
Log in