Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

પાદર

પાદર

1 min
7.7K


ઈ મારા ગામનુ બોલકુ પાદર,

ઈ પાદરમાં વાતુ કરતા ભાભાઓ,

ઈ પાદરનો ઘેઘુર વડલો,

ઈ પાદરના વડલાની ઝંણુબતી વડવાઈઓ,

આજ પણ મને ઇ બહું સાંભરે.


ઈ પાદરથી વહેતી છેલકુ નદીને એના રમતા નીર,

ઇ પાદર સવાર સાંજ વાગતી મંદિરની ઝાલર,

ઈ પાદર બળદગાડાંના બોલતા ઘમઘમ ઘૂંઘરા,

ઇ પાદર વાર તહેવારે બાળસખાના રાસની રમઝટ,

આજ પણ મને ઈ બહું સાંભરે.


ઈ પાદર મોરલાના ટહુકા અને કોયલના કૂંજનના કલરવ,

ઈ પાદર કયારેક જામતો માનવ મહેરામણ મેળો,

અને કયારેક ભવની ભવાઈ,

આજ પણ ઈ મને બહું સાંભરે,

ઈ બાળસખાનુ પાદર મને બહું સાંભરે.


Rate this content
Log in