Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Barot

Others

2.3  

Parul Barot

Others

માતૃ વંદના....

માતૃ વંદના....

1 min
15.1K


 શબ્દો ટુંકા પડે છે,  મા તારી પ્રાર્થનામાં.
તીરથ સહુ મળે છે, મા તારી પ્રાર્થનામાં.

 મોઘી અને સવાઈ આ પ્રેમની જણસ છે,
લખલૂંટ એ ફળે છે,  મા તારી પ્રાર્થનામાં.

ઘર, બારણું અને આ ઉંબર તને વધાવે,
મોસમ બધી કળે છે,  મા તારી પ્રાર્થનામાં.

જાગ્યા કરું હમેશા ઉજાગરાને ઓઢી,
સુખનો સૂરજ ઉગે છે, મા તારી પ્રાર્થનામાં.

 ખુદને ભૂલી અને હું તારામાં ઓગળી જઉ,
બ્રહ્માંડ ત્યાં ખુલે છે,મા તારી પ્રાર્થનામાં.

 કાયમ ૠણી રહીશ હું મા તારી ચાહનાની,
સહિયારું સુખ ભળે છે,મા તારી પ્રાર્થનામાં.

 માતૃત્વનું સદાયે સન્માન થૈ રહ્યું જ્યાં,
ભગવાન ખુદ નમે છે,મા તારી પ્રાર્થનામાં


Rate this content
Log in