Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

જોઈએ

જોઈએ

1 min
13.7K


આમ તો એવું જ થાવું જોઈએ,મોકળા મનથી જીવાવું જોઈએ;
જીંદગીનો સૂર છો ને લડખડે, ગીત ગમતું છે, તો ગાવું જોઈએ.

અેક ચહેરો આઈનાની એ તરફ! ત્યાં સુધી તો રોજ જાવું જોઈએ;
સ્વાર્થ-નફરત-દ્વેષ-ઈર્ષ્યા-છળકપટ, આ બધું પડતું મૂકાવું જોઈએ.

ભીતરે દરિયા વહે એ ચાલશે, બ્હાર તો આંસુ સૂકાવું જોઈએ;
બે ઘડી તો બે ઘડી, પણ હોય તું! ભાગ્યમાં એ પણ લખાવું જોઈએ.


Rate this content
Log in