Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manu V Thakor

Fantasy Inspirational Tragedy

4  

Manu V Thakor

Fantasy Inspirational Tragedy

તારી બંસીના બોલ મને સાંભરે

તારી બંસીના બોલ મને સાંભરે

1 min
13.5K


તારી યાદોમાં બેઠી છું ભૂલી સાન-ભાન રે,

કાન..! તારી બંસીના બોલ મને સાંભરે!


સૂની પડી છે વૃંદાવન ગલીઓ ને,

સૂનું આ ગોકુળીયું ગામ ;

પૂછે છે પાન - પાન કુંજગલી કેરા,

ક્યાં રે ખોવાયા ઘનશ્યામ.


યમુનાને તીર ઊભા ધેનુંના ધણ તને ભાંભરે,

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે!


સૂતેલી ગોપીયું શયનભુવનમાં,

એને નીંદરડી નેણલે ના આવતી;

શ્યામ.. તારા સોણલાં બહુ રે સતાવે,

ને રાતલડી યાદ ભરી લાવતી.


રમવાને રાસ ઘેલી રાધા કરે તને સાદ રે

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે!


મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને,

કાન! વીસર્યા છો વેણુના નાદ રે,

વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી;

ફરી આવી ના ગોકુળની યાદ રે.


વિરહને વાયરે ઝૂરતી કદંબ કેરી ડાળ રે,

કાન ! તારી બંસીના બોલ મને સાંભરે!


Rate this content
Log in